Close

સબ-ડીવીઝન અને બ્લોક

જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૯ અને ૧૦ અન્વયે પ્રાંત અધિકારી જમીન મહેસૂલ વહીવટને લગતી કામગીરી અંગે સત્તાઓ ભોગવે છે તેમજ પ્રાંત અધિકારી હોદૃાની રૂએ “સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ” ની સત્તા ધારણ કરે છે. પ્રાંત અધિકારી તેમના નિયંત્રણ હેઠળની તાબાની કચેરીઓના તાલુકા સંકલન અધિકારી તરીકે, તેમજ રાજય સરકારની અન્ય કચેરીઓના કામકાજ અને વ્યવસ્થા ઉપર અંકુશ ધરાવે છે. વધુમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના કામકાજ ઉપર દેખરેખ તથા પંચાયતોને તબદીલ કરાયેલ મહેસૂલી કામગીરી ઉપર દેખરેખ રાખે છે. લોકસભાના મદદનીશ ચુંટણી અધિકારી, વિધાનસભાના ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે. પ્રાંત અધિકારી મતદાર નોંધણી અધિકારી તરીકે તેમજ સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે.

પ્રાંત અધિકારીની મૂળભૂત મહેસૂલી કામગીરી માટે સરકારશ્રીએ લક્ષ્યાંકો / ધોરણો ઠરાવેલા છે જે આ પ્રમાણે છે.

સબ ડીવીઝનલ (પ્રાંત)
ક્રમ નં. સબ ડીવીઝનલ હોદૃા સમાવેશ તાલુકા
1 અમરેલી પ્રાંત અધિકારી & સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ અમરેલી, વડીયા
2 સાવરકુંડલા પ્રાંત અધિકારી & સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ< સાવરકુંડલા, લીલીયા
3 ધારી પ્રાંત અધિકારી & સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ< ધારી, બગસરા, ખાંભા
4 લાઠી પ્રાંત અધિકારી & સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ< લાઠી, બાબરા
5 રાજુલા પ્રાંત અધિકારી & સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ< રાજુલા, જાફરાબાદ