Close

જિલ્લા વિષે

આ જિલ્લો ભૂતપૂર્વ વડોદરા રાજયનો ભાગ બન્યો તે પહેલાની ઐતિહાસિક પૂર્વ ભૂમિકા વિષે બહુ જાજી માહિતી ઉપ્લબ્ધ છે. અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલી નરેશનું પ્રાચીન નામ અમરવલ્લી હતું.

અમરેલીમાં વિશાળ દરિયાઇ દરિયાકાંઠાનો સંગમ છે, જેમાં જુદી જુદી દરિયાઇ જૈવવિવિધતા હોય છે.

અમરેલીમાં ગીરના જંગલોનો વિસ્તાર છે, જેમાં ગીર  સિંહની બરાડો છે,  જે વિશ્વમાં ક્યાંય ઉપલબ્ધ નથી.

અમરેલી કાઠિયાવાડી સંસ્કૃતિના ભાગ તરીકે મુખ્યત્વે કૃષિ અને પશુપાલન પર આધાર રાખે છે.

૧૯૪૯ સુધી અમરેલી વડોદરા રાજયનો ભાગ હતો.

૧૯પ૬ નવેમ્બરમાં રાજયોનો પુર્નરચના થઈ અને વિદર્ભ, મરાઠાવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશો સાથે બુહદ દ્વિભાષી રાજયનો એક ભાગ બન્યો. ૧૯પ૯માં કટલાયે પ્રાદેશિક ફેરફારો કરીને આ જિલ્લાની પુર્નરચના કરાઈ હતી. છેલ્લે 1 લી મે ૧૯૬૦ ના રોજ મુંબઈ રાજયનું વિભાજન થયું અને ગુજરાત તથા મહારાષ્ટ્રના અલગ રાજયો રચવામાં આવ્યા તે તારીખથી અમરેલી જિલ્લો ગુજરાત રાજયનો એક ભાગ બન્યો

સ્થાન-નિર્ધારણ

અમરેલી જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું છે.

 ઉત્તર અક્ષાશ 20° 45′ થી 22° 15′

પૂર્વ રેખાંશ    70° 13′ થી 71° 45′

સીમાઓ

ઉત્તરમાં     -રાજકોટ અને બોટાદ જિલ્લો

પશ્ચિમમાં   – જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો

પૂર્વમાં      – ભાવનગર જીલ્લા

દક્ષિણમાં  -અરેબિયન સમુદ્ર

આબોહવા

ગરમ અને શુષ્ક

મુખ્‍ય પાક

મગફળી, તલ, કપાસ, બાજરી, શેરડી