Close

જોવાલાયક સ્થળો

1. નાગનાથ મંદિર – અમરેલી

  નાગનાથ મંદિર

 

અમરેલી શહેરની મઘ્યલમાં આવેલ અા મંદિર ૨૦૩ વષૅ જૂનું છે. ઇ.સ.૧૮૦૨ માં સયાજીરાવ ગાયકવાડના પ્રતિનિઘિ તરીકે સૌરાષ્ટ્રાની વ્ય૦વસ્થાન સંભાળવા આવેલ સરસુબા શ્રી વિઠૃલરાવ દેવાજીના હસ્તેિ શિવના આ મંદિરનું બાંઘકામ થયું હતું. આ મંદિર ૫ણ લોકઆસ્થાનનું કેન્દ્રા છે.

2. ગીર સિંહ અભયારણ્ય

ગીર સિંહ

 

379.9 ચો.કિ. વન વિસ્તાર ધારી, ખાંભા, સાવરકુંડલા તાલુકામાં આવેલું છે. ગતિશીલ આત્મનિર્ભર, આત્મનિર્ભર ઇકોસિસ્ટમ, ગીર એશિયાટિક સિંહનું એકમાત્ર ઘર છે ગીર સિંહ, પેંથર્સ, હાઈના, ઈન્ડિયન ડીયર, ચિત્તલ, નીલગિરિ, ચિંકારા, એન્ટીલોપ જેવી પ્રાકૃતિક પ્રજાતિ અભયારણ્યમાં મળી આવે છે. ઇગલ, ઘુવડ, ચિકિત્સા, ક્વેઇલ, ફ્લાય કેચર, વુડપેકર, ઓરિઓલ પણ અહીં રહે છે. મગર, સાપ, કોબ્રા પણ જંગલમાં જોવા મળે છે.

3. ભુરખીયા – હનુમાન મંદિર

  ભુરખીયા હનુમાન

 

અમરેલી જીલ્લા ના લાઠી તાલુકામાં ભુરખિયા ગામે આવેલ આ મંદિર ચાર સૈકા જુનું છે. લોકવાયકા અનુસાર કવિ પીંગળશીભાઇ ગઢવીને આ મંદિરનો ૫રચો થયો હતો. અહિં હિન્દુુ ઘમૅની ચોયાઁસીનું મહત્વં છે. દૂર દૂર ભાવિક ભકતો અહીં તેમની મનોકામના પૂણૅ કરવા આવે છે. ચૈત્ર સુદ-૧૫ ને દિવસે અહીં ભાતીગળ – ભવ્યત મેળો ભરાય છે.

4. ખોડીયાર ડેમ-ધારી

  ખોડીયાર ડેમ

 

અમરેલી જીલ્લાશની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે.

5. રાજમહેલ – અમરેલી

  રાજમહેલ

 

ગાયક વાડી રાજય સમયનો આ રાજમહેલ હકીકતમાં ૧૭૦ વષૅ જુની ભવ્ય ઇમારત છે.

6. ભોજલરામ ઘામ – ફતેપુર

  ભોજલરામ ઘામ

 

અમરેલીથી સાતેક કિલોમીટર દૂર આવેલ ફતેપુર ગામમાં સંતશ્રી ભોજાભગતની જગ્યાઆ આવેલી છે. જે વીરપુરના પ્રસિદ્ધ સંત શ્રી જલારામના ગુરુ હતા.

7. ક્લોક ટાવર, અમરેલી

 

ક્લોક ટાવર

 

મહારાજા ગાયકવાડના સમયનો અદભૂત સ્થાા૫ત્યભના નમુનારૂ૫ આ ટાવર હાલ ૫ણ તેની ગરિમા સાચવી અડીખમ અમરેલી શહેરની મઘ્યસમાં ઉભો છે. જે અમરેલી શહેરની ઓળખ બન્યોે છે.

8. પીપાવાવ પોર્ટ-રાજુલા

  પીપાવાવ પોર્ટ

આ બંદર રાજુલા તાલુકાના પીપાવાવ ગામમાં અમરેલીથી લગભગ 100 કિ.મી. છે. તે રેલવે લાઇન દ્વારા ડબલ ડેકર કન્ટેનર દ્વારા મુંબઇ સાથે સંકળાયેલ છે.