ઇતિહાસ
અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું.
આ જિલ્લો ભૂતપૂર્વ વડોદરા રાજયનો ભાગ બન્યો તે પહેલાની ઐતિહાસિક પૂર્વ ભૂમિકા વિષે બહુ જાજી માહિતી ઉપ્લબ્ધ છે
આશરે ૧૭૩૦ માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્જો હતો. દામાજીરાવે એ તમામ પર ખંડણી નાખી. આમ મરાઠા સરદાર દામાજીરાવ ગાયકવાડે ઈ.સ.૧૭૪ર-૪૩ માં આરેલી અને લાઠી ખાતે લશ્કરી થાણા સ્થાપ્યાં. ૧૮ર૦ સુધી ગાયવાડના સ્રબા વિઠલરાવ દેવાજીનું કાઠીયાવાડ પર નિયંત્રણ રહયુ,
૧૯૪૯ સુધી અમરેલી વડોદરા રાજયનો ભાગ હતો.
૧૯પ૬ નવેમ્બરમાં રાજયોનો પુર્નરચના થઈ અને વિદર્ભ, મરાઠાવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશો સાથે બુહદ દ્વિભાષી રાજયનો એક ભાગ બન્યો. ૧૯પ૯માં કટલાયે પ્રાદેશિક ફેરફારો કરીને આ જિલ્લાની પુર્નરચના કરાઈ હતી. છેલ્લે 1 લી મે ૧૯૬૦ ના રોજ મુંબઈ રાજયનું વિભાજન થયું અને ગુજરાત તથા મહારાષ્ટ્રના અલગ રાજયો રચવામાં આવ્યા તે તારીખથી અમરેલી જિલ્લો ગુજરાત રાજયનો એક ભાગ બન્યો