Close

કલેકટર

મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૮ મુજબ રાજ્ય સરકાર કલેક્ટરની નિમણુંક કરે છે. બૃહદ મુંબઇ રાજ્યમાં ડિવિઝનલ કમિશ્નર જમીન મહેસૂલ અધિનિયમની અમલવારી થાય તેની દેખરેખ રાખતા હતા. ૧૫ ઓગષ્ટ ૧૯૫૦ થી ડિવિઝનલ કમિશ્નરનું પદ રદ્દ કરવામાં આવ્યુ અને જમીન મહેસૂલ અધિનિયમ અને અન્ય નિયમો અંગેની સત્તાઓ કલેક્ટરને સોંપવામાં આવી અને તદ્દનુસાર કલેક્ટરને તેમના જિલ્લામાં વિવિધ કાયદાઓની જોગવાઇઓની અમલવારી માટેની જવાબદારી સોંપવામાં આવી.

કલેક્ટર એ વહીવટ અને કાયદાની અમલવારી માટે સરકાર અને જનતા વચ્ચે એક અગત્યની કડી હોઇ સમય જતા કલેક્ટર પર કામનું ભારણ વધ્યુ છે. જિલ્લા કક્ષાએ સરકારના સીધા પ્રતિનિધિ હોઇ કલેક્ટર જિલ્લાના વહીવટમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કલેક્ટર સમગ્ર જિલ્લાના અન્ય તમામ વિભાગોનું સંકલન કરે છે તેથી તેમને જિલ્લાના મુખ્ય સંકલન અધિકારી પણ ગણવામાં આવે છે. સાંપ્રત સમયમાં વહીવટ વધુ ઝડપી બન્યો છે અને નાગરિકોને તેમાં કેન્દ્રસ્થ સ્થાન આપવામાં આવ્યુ છે. જનસામાન્યની વહીવટી તંત્ર તરફની અપેક્ષાઓને પહોંચી વળવા માટે માહિતી અને સંચાર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી વહીવટ વધુને વધુ સરળ, પારદર્શક, કાર્યદક્ષ અને પ્રજાભિમુખ બને તે આજના સમયની માંગ છે.

પદધારણ યાદી
અનુ. નં. કલેક્ટરશ્રીનું નામ જોડાયા તારીખ મુદત તારીખ
1 શ્રી એ. એચ. બી. તાઈયબજી, આઇ.એ.એસ. 01/08/1949 18/07/1950
2 શ્રી આર. જી. સલ્વિ, આઇ.એ.એસ. 19/07/1950 29/04/1952
3 શ્રી બી. એમ. દેસાઈ 30/04/1952 03/09/1952
4 શ્રી સી. વી. ભટ્ટ 04/09/1952 11/07/1953
5 શ્રી એ. આર. ચૌહાણ, આઇ.એ.એસ. 12/07/1953 13/07/1954
6 શ્રી એસ. બેનજેમીન, આઇ.એ.એસ. 14/07/1954 17/04/1955
7 શ્રી એમ. એ. શેઇખ 09/05/1955 08/03/1956
8 શ્રી પી. એન. પટેલ 09/03/1956 15/09/1958
9 શ્રી આર. બી. શુકલા, આઇ.એ.એસ. 16/09/1958 17/02/1960
10 શ્રી એ. એમ. પટેલ, આઇ.એ.એસ. 18/02/1960 13/03/1964
11 શ્રી એમ.આર.વ્યાસ, આઇ.એ.એસ. 21/05/1964 28/06/1964
12 શ્રી જી. એમ. ચુડાસમા, આઇ.એ.એસ. 29/06/1964 23/05/1965
13 શ્રી એસ એચ દેસાઈ, આઇ.એ.એસ. 24/05/1965 10/12/1965
14 શ્રી ટી. ડી. સેન્ટેર, આઇ.એ.એસ. 23/12/1965 13/08/1969
15 શ્રી વી.આર. કોહલાગી, આઈ.એ.એસ. 14/08/1969 26/07/1971
16 શ્રી પી.કે. દાસ, આઇ.એ.એસ. 27/07/1971 26/11/1973
17 શ્રી એસ. એન. સાવન્ત, આઇ.એ.એસ. 30/01/1974 30/06/1974
18 શ્રી એ. ભાટિયા, આઇ.એ.એસ. 23/07/1974 30/06/1978
19 શ્રી કે. સી. મહાપાત્રા, આઇ.એ.એસ. 16/06/1976 30/06/1978
20 કુમ. મંજુલા સુબ્રમણ્યમ, આઇ.એ.એસ. 03/07/1978 02/04/1980
21 શ્રી ગુરુ ચરણસિંહ, આઇ.એ.એસ. 11/04/1980 10/04/1982
22 શ્રી એન. એમ. કામદાર, આઇ.એ.એસ. 15/06/1982 17/05/1984
23 શ્રી એસ આર રાવ, આઇ.એ.એસ. 18/05/1984 08/08/1985
24 શ્રી વી. એમ. મેરા, આઇ.એ.એસ. 09/08/1985 11/10/1986
25 શ્રી રાજેશ કિશોર, આઇ.એ.એસ. 12/10/1986 30/06/1987
26 શ્રી જી.કે. મકવાણા, આઇ.એ.એસ. 01/07/1987 14/01/1988
27 શ્રી કે. કે. અસરાણી, આઇ.એ.એસ. 15/01/1988 06/02/1989
28 શ્રી એન. એ. વૌરા, આઇ.એ.એસ. 04/04/1989 30/04/1990
29 શ્રી એસ. ગુલાટી, આઇ.એ.એસ. 01/05/1990 19/03/1991
30 શ્રી વી. એચ. શાહ, આઈ.એ.એસ. 25/03/1991 14/07/1991
31 શ્રી અટનુચક્રવર્તી, આઇ.એ.એસ. 15/07/1991 05/07/1993
32 શ્રી રાજ ગોપાલ, આઇ.એ.એસ. 05/07/1993 17/04/1995
33 શ્રી એ.એમ. તિવારી, આઇ.એ.એસ. 19/04/1995 14/07/1995
34 શ્રી વી. એ. સાઠે આઈ.એ.એસ. 14/08/1995 26/05/1997
35 શ્રી એન. જે. દવે, આઇ.એ.એસ. 29/05/1997 04/01/1999
36 શ્રી એ. એમ. સોલાંકી, આઇ.એ.એસ. 08/02/1999 05/12/1999
37 શ્રી અંજુ શર્મા, આઇ.એ.એસ. 08/12/1999 10/12/2000
38 ડો. એસ. એ. ગોલ્યાકીયા, આઇ.એ.એસ. 14/12/2000 19/04/2002
39 શ્રી વી. સી. ત્રિવેદી, આઇ.એ.એસ. 19/04/2002 03/05/2003
40 શ્રી પી.કે. ગઢવી, આઇ.એ.એસ. 03/05/2003 30/01/2006
41 શ્રી એમ. શાહીદ આઇ.એ.એસ. 30/01/2006 16/08/2007
42 શ્રી ડી. જી. જલવાડિયા, આઇ.એ.એસ. 16/08/2007 09/04/2009
43 શ્રી પી. આર. સોમપુરા, આઇ.એ.એસ. 10/04/2009 06/07/2011
44 શ્રી ડી. એ. સત્યા, આઇ.એ.એસ. 11/07/2011 16/03/2013
45 ડૉ. અજયકુમાર, આઇ.એ.એસ. 20/04/2013 23/02/2015
46 શ્રી એચ. આર. સુથાર, આઇ.એ.એસ. 24/02/2015 09/05/2016
47 શ્રી રાણા દિલીપ કુમાર, આઇ.એ.એસ. 10/05/2016 30/04/2017
48 શ્રી એસ. એલ. અમરાણી, આઇ.એ.એસ. 02/05/2017 06/04/2018
49 શ્રી આયુષ ઓક, આઇ.એ.એસ. 07/04/2018 22/06/2021
50 શ્રી ગૌરાંગ મકવાણા, આઇ.એ.એસ.  23/06/2021